વૈશ્વિક જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટ, વડોદરા

આવાસીય સંસ્કૃત વર્ગ ( 2023 )


દિનાંક

20 / 05 / 2023 થી 30 / 05 / 2023

તારીખ 20/05/2023 નાં રોજ સાંજે 4:00 વાગ્યા સુધી વર્ગસ્થાન પર પહોંચવું ફરજીયાત છે અને
તારીખ 30/05/2023 નાં રોજ બપોરે ભોજન પછી જ વર્ગસ્થાન છોડી શકાશે.

વર્ગસ્થાન

વ્રજભૂમિ ઈન્ટર નેશનલ સ્કુલ, બાલ અમુલ પાસે, નેશનલ હાઈવે નંબર 8, મોગર, આણંદ.

સંપર્ક

હાર્દિકભટ્ટ - 9426848810


સંસ્કૃત વર્ગનાં મુખ્ય આકર્ષણો

  • સંસ્કૃતમાં રહેલાંવિજ્ઞાનનો રસપ્રદ અભ્યાસ કરાવાશે.
  • સંસ્કૃત સાહિત્યનો રસાસ્વાદ કરાવાશે.
  • વ્યાકરણનાં મૂળભૂત સિંદ્ધાતોનું સરળ અધ્યયન થશે.
  • વૈદિક જ્ઞાન અને વૈદિક જીવન પદ્ધતિનું સંપૂર્ણ જ્ઞાન અપાશે.
  • સંસ્કૃતનાં અમૂલ્ય ગ્રંથોની આધુનિક કાળમાં ઉપયોગિતા રજુ થશે.
  • સંસ્કૃતમાં રહેલી અપાર સંભાવનાઓ વિશે ચર્ચા થશે.

સંસ્કૃત વર્ગની અન્ય વિશેષતાઓ

  • સંસ્કૃતમાં અસ્ખલિત, સ્વાભાવિક અને યોગ્ય રીતે બોલવી એ એક કળા છે. આ કળાને પૂર્ણ રીતે પ્રાપ્ત કરવા માટે આ વર્ગમાં જોડાઓ.
  • આ વર્ગમાં માત્ર 10 દિવસમાં સંસ્કૃત બોલતાં શીખી શકાશે.
  • 10 દિવસ સુધી સંપૂર્ણ સંસ્કૃતમય વાતાવરણ (24 *7)
  • રમતાં-રમતાં સંસ્કૃત શિક્ષણ પ્રાપ્ત કરો.
  • વર્ગમાં આધુનિક સાધનો દ્વારા સંસ્કૃત શિક્ષણ
  • સંસ્કૃતક્ષેત્રનાં વિદ્વાનો અને નિષ્ણાંતો દ્વારા અધ્યાપન
  • વર્ગમાં સંસ્કૃતનાં વ્યાકરણ, વાક્યરચના, વાક્યપ્રયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
  • આ વર્ગ સંસ્કૃત વાર્તાલાપથી સંબંધિત તમામ ખોટા ભયોને દૂર કરશે.
  • પરોક્ષશિક્ષણનાં(ડિસ્ટન્સ લર્નિંગ) બદલે પ્રત્યક્ષશિક્ષણ (ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન) ખૂબ જ અસરકારક છે. શિક્ષણના માધ્યમ તરીકે અન્ય ભાષાનો ઉપયોગ કર્યા વિના સંસ્કૃત દ્વારા સંસ્કૃત શીખવામાં આવશે. આનાં કારણે ભાષા ઝડપથી શીખી શકાશે.

સંસ્કૃત વર્ગનાં નિયમો

  • આ સંસ્કૃત વર્ગમાં 10 દિવસ સુધી વર્ગ-સ્થાન પર જ રહેવું પડશે.
  • 10 દિવસ સુધી સંસ્કૃતમાં બોલવાનો પ્રયત્ન કરવો પડશે.
  • સંસ્કૃત વર્ગમાં પુરુષો અને મહિલાઓની નિવાસ વ્યવસ્થા અલગ રહેશે.
  • મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. આવા સાધનો રજીસ્ટ્રેશન સમયે ઓફિસમાં જ જમા કરાવવા પડશે.
  • સંસ્કૃત વર્ગમાં માત્ર સંસ્કૃત ભાષા પ્રાપ્ત કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત જરૂરી રહેશે.
  • સંસ્કૃત વર્ગમાં વ્યવસ્થા સંબંધી બધી જ સૂચનાઓનું પાલન કરવું પડશે.

સંસ્કૃત વર્ગમાં કોણ જોડાઈ શકે ?

  • આ સંસ્કૃત વર્ગમાં 07 વર્ષથી ઉપરનાં કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે.
  • આ સંસ્કૃત વર્ગમાં જોડાવા માટે સંસ્કૃતનાં જ્ઞાનની આવશ્યકતા નથી.

*શુલ્ક (ફિ) – આ વર્ગ માટેનું શુલ્ક 1000/- છે, જે આપ નીચે આપેલ બારકોડ સ્કેન કરી અથવા બેંકમાં જમા કરાવી શકો છો,
રજીસ્ટ્રેશન કરતાં પહેલાં શુલ્ક ભરી, શુલ્ક ભર્યાનો સ્ક્રીનશોર્ટ સેવ કરી રાખવો. રજીસ્ટ્રેશન ફોર્મની લીંક નીચે આપેલ છે.

*એક સમયે એક જ વ્યક્તિની ફી ભરવી.

Payment Option

Bank Details

BANK NAME: HDFC Bank

BANK A/C NAME : VAISHVIK GYANGANGA SEVA TRUST.

BANK A/C No. : 50200034849989

IFSC : HDFC0000147

Pay Via UPI

19fd5105-6192-420c-9300-e747f060151b

Gpay, Paytm, Bhim also all types of payment via UPI are accepted.

सुरक्षितसर्वाधिकाराः / Copyright © 2021

Vaishvik Gyanganga Seva Trust