ગીતા ઓડિયો પરિયોજના માટે પ્રસ્તાવ


શ્રીમદ્ભગવદ્ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. હિંદુ ધર્મનાં ઘણાં ધર્મગ્રંથો છે, પરંતુ ગીતાનું મહત્ત્વ અલૌકિક છે. મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે, જેમાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકો છે. સંસ્થા દ્વારા સરળતાથી ગીતાને બાળકો સુધી પહોંચાડવામાં આવે છે.

  • સંસ્થામાં નાના બાળકો સાથે રમીને સંસ્કાર આપવાની પ્રક્રિયા શરૂ અને તેનું માધ્યમ બન્યું ગીતા શિક્ષણ, જો બાળકોને સરળ રીતે સમજાવવું હોય, તો પછી તેમની સાથે બાળક બનવું જરૂરી છે અને તેમને તેમની રીતે શીખવવું જરૂરી છે.
  • શિક્ષકોનાં અધ્યાપન અનુભવ પરથી જાણવાં મળ્યું કે ગીતાજીનું એક પણ એવું સંસ્કરણ નથી કે જે બાળકોને આકર્ષિત કરે, ગીતાજીનો એક પણ ઓડિઓ નથી કે જે સાંભળીને બાળકો આનંદ કરે. સંસ્થા ગીતાજીને બાળકોને મઝા આવે એવી નવી રીતથી કંપોઝ કરવાં માગે છે.
  • આકર્ષક સંગીત અને આધુનિક રાગથી ગીતા ઑડિયો બનાવીશું.
  • બાળકોને પસંદ આવે તે પ્રકારનું તથા શુદ્ધ ઉચ્ચારણ અને સહેલા રાગથી આપણે ગીતાજીના 18 અધ્યાયો કમ્પોઝ કરવાં માંગીએ છીએ.
  • આ ગીતા- ઑડિયોમાં સન્ધિ-સમાસને છુટા પાડીને રેકોર્ડિંગ કરીશું જેથી સાંભળનારાઓને ઉચ્ચારણ કરવામાં સરળતા રહે.

सुरक्षितसर्वाधिकाराः / Copyright © 2021

Vaishvik Gyanganga Seva Trust