પ્રગત સ્તરનાં પુસ્તકો
પ્રથમ કક્ષાનાં પુસ્તકો પછી, પ્રગત કક્ષાનાં પુસ્તકો અભ્યાસ માટે પ્રકાશિત કરવામાં આવશે. આ કક્ષાનાં બે પુસ્તકો બનાવવામાં આવશે, 1) પ્રાથમિક સ્તરનું સંસ્કૃત વ્યાકરણ પુસ્તક 2) પ્રગત સ્તરનું સંસ્કૃત વ્યાકરણ પુસ્તક.
પ્રાથમિક વ્યાકરણ પુસ્તક
આ પુસ્તકમાં વ્યાકરણનું સામાન્ય જ્ઞાન એક સરળ, આકર્ષક અને મનોહર રીતે આપવામાં આવશે. પુસ્તકમાં ચિત્રો, લેખ, ગીતો અને સંસ્કૃત અભ્યાસ વગેરે શામેલ હશે. આ પુસ્તકનો અભ્યાસ તમને સંસ્કૃતનું પ્રારંભિક જ્ઞાન અને વ્યાકરણનાં પ્રાથમિક સિદ્ધાંતો આપશે. આ પુસ્તક માધ્યમિક-શાળાનાં બાળકો અને જેઓ સંસ્કૃત બોલવા માંગે છે તેમનાં માટે ઉપયોગી થશે.


