પ્રાથમિક કક્ષાના પુસ્તકો
પ્રાથમિક સ્તરનાં પુસ્તકો નાના બાળકો માટે અને જે સંસ્કૃતમાં નવા છે તેમનાં માટે બનાવવામાં આવ્યાં છે. પ્રાથમિક કક્ષાનાં પુસ્તકોનાં ત્રણ ભાગ છે, 1) ગીતા બુક 2) ચિત્ર પુસ્તકો 3) એક શ્લોકી કથા પુસ્તકો. પ્રાથમિક કક્ષાનાં કુલ 13 પુસ્તકો છે.
ગીતા બુક
- ગીતા એ ભારતીય સંસ્કૃતિનો સાર છે, સમાજ દ્વારા ગીતાની ઉપાસના કરવાની જરૂર છે, તેને સમજવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ.
- ગીતા સંસ્કૃતમાં છે, જેના સંધિ અને સમાસને કારણે ઉચ્ચારણ ખૂબ જ મુશ્કેલ છે.
- ગીતાનાં અર્થ પર હજારો પુસ્તકો છે પરંતુ ઉચ્ચારણની દ્રષ્ટિએ એક પણ યોગ્ય પુસ્તક નથી.
- આપણાં પુસ્તકમાં ગુજરાતી લિપિ, અંગ્રેજી લિપિ અને સંસ્કૃત લિપિ (દેવનાગરી) શામેલ છે.
- દરેક પૃષ્ઠ પર વિવિધ ચિત્રો હોવાને કારણે આ પુસ્તક આકર્ષક બનશે.
ચિત્ર પુસ્તકો
ચિત્રોની યાદશક્તિ આપણાં મગજમાં લાંબા સમય માટે કાયમી બને છે, તેથી આધુનિક શિક્ષકો અનુસાર ચિત્રો દ્વારા ભાષા શીખવી સરળ છે. તેથી અમે ચિત્રો અને ટૂંકા વાક્યો ઉમેરીને 9 પુસ્તકો બનાવ્યાં છે.
એક શ્લોકી કથા પુસ્તક
આ શ્રેણીનાં પુસ્તકોમાં એક શ્લોક દ્વારા સંપૂર્ણ ગ્રંથનું જ્ઞાન મળશે. સંસ્કૃતમાં ઘણાં શ્લોકો છે જે એક જ શ્લોકમાં આખા ગ્રંથની વાર્તાને આવરી લે છે. સંસ્કૃત સાહિત્યમાં આનાં જેવું પુસ્તક કોઈએ ક્યારેય બનાવ્યું નથી.













