સંસ્કૃત સંભાષણ વર્ગ.


Sanskrit Sambhashan Varg

સંસ્કૃતમાં બોલવું ખૂબ જ સરળ છે. પ્રાચીન સમયમાં સંસ્કૃત એ સમગ્ર ભારતને જોડતી ભાષા હતી. અત્યારે અમે તે સ્થિતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે વિશ્વની પ્રથમ ભાષા સંસ્કૃતને ટૂંક સમયમાં ધારાપ્રવાહ બોલતાં શીખવીએ છીએ. આ વર્ગ 15 વર્ષથી વધુ ઉમરનાં લોકો માટે છે. આ વર્ગ સંસ્કૃતમાં બોલવું, લખવું અને સમજવું ખૂબ જ સરળ બનાવે છે. વર્ગની વિશિષ્ટતામાં વ્યાકરણ, અનુવાદ, શ્લોક અન્વય, સંસ્કૃત અભ્યાસ, સંસ્કૃત સાહિત્ય, સંસ્કૃત લેખન વગેરે શામેલ છે.

પ્રાથમિક વર્ગ

3 મહિનાનો પ્રાથમિક વર્ગ સંસ્કૃત અને વ્યાકરણનું પ્રાથમિક જ્ઞાન આપે છે.

પ્રગત વર્ગ

આ 3 મહિનાનાં વર્ગમાં સંસ્કૃત સાહિત્ય અને વ્યાકરણનું ઊંડાણપૂર્વકનું  જ્ઞાન સમાયેલું છે, અને અનુવાદ, વ્યાખ્યા વગેરે પણ શીખવવામાં આવે છે.

सुरक्षितसर्वाधिकाराः / Copyright © 2021

Vaishvik Gyanganga Seva Trust