પરિચય

ટ્રસ્ટ પરિચય

બધી ભારતીય ભાષાઓના વિકાસમાં અને ભારતનાં સાંસ્કૃતિક વારસાને જાળવવામાં સંસ્કૃતની મહત્ત્વની ભૂમિકા છે. કોઈપણ ભારતીય ભાષા સંસ્કૃતની સહાય વિના વિકાસ કરી શકે જ નહીં.
સંસ્કૃત પ્રાચીન વિજ્ઞાનનો સૈદ્ધાંતિક પાયો પણ પૂરો પાડે છે, તેથી ભારતના સર્વાંગી વિકાસ માટે સંસ્કૃતનું જતન અને પ્રચાર જરૂરી છે.
વીજીજીએસ – ટ્રસ્ટની ભારત અને વિદેશમાં સંસ્કૃત શિક્ષણના વિકાસ, જાળવણી અને સંવર્ધન માટે એક ટ્રસ્ટનાં સ્વરુપે જૂન 2018 માં સ્થાપના કરવામાં આવી હતી.
ત્રણ બાળકોથી શરૂ થયેલી આ યાત્રા આજે હિમાલયની જેમ ઉભી છે. વીજીજીએસ – ટ્રસ્ટ ફક્ત સંસ્કૃત જ નહીં સંસ્કૃતિને પણ બચાવે છે.
વીજીજીએસ – ટ્રસ્ટ દ્વારા ભગવદ્ ગીતાનું જ્ઞાન, ભારતીય શાસ્ત્રોનો અભ્યાસ, મૂલ્યશિક્ષણ અને સંસ્કૃતનું શિક્ષણ આપવામાં આવે છે.
ટ્રસ્ટનું મુખ્ય મથક વડોદરા છે, પરંતુ ટ્રસ્ટની કામગીરી ગુજરાત રાજ્યમાં ફેલાઈ રહી છે, આજે વૈશ્વિક જ્ઞાન ગંગા સેવા ટ્રસ્ટ વડોદરામાં તથા વડોદરાની બહાર કાર્યરત છે.
સંસ્થાના વિદ્યાર્થીઓ દેશનાં ઘણા નાના-મોટા સ્થળો જેવા કે ડભોઇ, છોડાઉદપુર, બોડેલી, પાદરા, અમદાવાદ, સુરત, મુંબઇ તથા અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ સંસ્કૃતમાં અભ્યાસ કરે છે.
સંસ્થા દ્વારા બાળકોને ઓનલાઇન માધ્યમથી સંસ્કૃત શિક્ષણ આપવામાં આવે છે. વૈશ્વિક જ્ઞાન ગંગા સેવા ટ્રસ્ટ એ એક એનજીઓ છે જે ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માંગે છે.

દ્રષ્ટિકોણ

સંસ્કૃત ભણવામાં રસ ધરાવતા લોકો માટે ભવનો, નિવાસસ્થાનો અને ભોજનશાળાઓ વગેરેનું નિર્માણ.
દેશ અને વિદેશોમાં વૈદિક ધર્મનાં અને સંસ્કૃત પ્રશિક્ષણનાં પ્રસાર માટે સંસ્કૃત શિબિરોનું આયોજન કરવું.
વિવિધ સ્થળોએ સંસ્કૃત પાઠશાળાઓ, છાત્રાલયો અને પુસ્તકાલયોની ઇમારતોનું નિર્માણ કરવું.
સંસ્કૃત અને વૈદિક સાહિત્ય પર સંશોધન કરવા અને વિદ્વાનોનાં પરિસંવાદો અને સ્પર્ધાઓ યોજવી.
સંસ્કૃતમાં વિદ્યાર્થીઓ માટે ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમો આરંભ કરવા.
સમાજના આર્થિક રીતે નબળા વર્ગ માટે એકદમ નિ:શુલ્ક નિવાસ, ભોજન અને શિક્ષણ આપવું.
ચરિત્ર નિર્માણ, નૈતિક અને સાંસ્કૃતિક ઉત્થાન માટે વેદ, ગીતા, દર્શન, ઉપનિષદ, વ્યાકરણ અને સંસ્કૃત ગ્રંથોનાં અભ્યાસ માટેની વ્યવસ્થા બનાવવી.
ગરીબ અસહાય અનાથ વિદ્યાર્થીઓને મફત કપડાં, ભોજન, અભ્યાસ સામગ્રી અને નિવાસ પૂરા પાડીને શૈક્ષણિક કેન્દ્રો ચલાવવા.
સાપ્તાહિક, પાક્ષિક, માસિક, ત્રિમાસિક અને વાર્ષિક વર્ગોમાં સંસ્કૃત તાલીમ લઈ રહેલા શિક્ષાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપવા.
ભારતને વિશ્વની સૌથી મજબૂત આર્થિક અને સાંસ્કૃતિક શક્તિ તરીકે સ્થાપિત કરવું, ભારતના દરેક નાગરિકને ગૌરવ સાથે જીવવાનું વાતાવરણ પૂરું પાડવું.
શિક્ષણ, આરોગ્ય, બળ, વહીવટ, ઉદ્યોગ અને વ્યવસાયનાં વિભાગોમાં દૈનિક કાર્યોંમાં ભાષા તરીકે સંસ્કૃત અપનાવવા પ્રેરણા આપવી.
ભાષા, જાતિ, ધર્મ, ક્ષેત્ર અને લિંગ તફાવતો અને સમાજમાં રહેલા અવરોધોને દૂર કરવા એ વીજીજીએસ – ટ્રસ્ટના મુખ્ય ઉદ્દેશોમાંનું એક છે.
વિશ્વની સંસ્કૃતિને પુનર્જીવિત અને મજબુત બનાવવા સંસ્કૃત દ્વારા વિશ્વમાં ફરીથી સંસ્કૃતને લોકપ્રિય બનાવવા માટેના આંદોલનનું નિર્માણ અને ટેકો આપવો.

ઉદ્દેશ્ય

અમારું ઉદ્દેશ્ય સંસ્કૃતના ક્ષેત્રમાં આધુનિકરણ લાવવાનું છે. સંસ્કૃતમાં સમાજના બધા લોકોનો અધિકાર છે. સંસ્કૃતમાં માત્ર ધાર્મિક સાહિત્ય જ નથી પરંતુ કલા, વિજ્ઞાન, દર્શન, જીવન વગેરે પણ છે અને અમે આ વિષયોને સમાજમાં ફરીથી લોકપ્રિય બનાવવા માંગીએ છીએ.
આપણે સંસ્કૃત દ્વારા વેદ-વેદાંગ, ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, યોગ, ધ્યાન, અને સારા વર્તનનો સમાવેશ કરીને ભારતીય મૂલ્યો અથવા સ્વદેશી પર આધારિત શિક્ષણ પ્રદાન કરવા માંગીએ છીએ જેથી વિદ્યાર્થીઓ તેમના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે.
અમારું ઉદ્દેશ માનસિક, બૌદ્ધિક, આધ્યાત્મિક અને સામાજિક-સ્તર પર કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વનો વિકાસ કરવાનો છે.
આ કાર્ય હાલના સમયના શિક્ષણને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું હતું, સમાજમાં માનવતાનો અભાવ, સંસ્કૃતિનો અભાવ, અખંડિતતાનો અભાવ જેવા ઘણા મુદ્દાઓના પરિપ્રેક્ષ્યમાં માનવને કેન્દ્રમાં રાખવાની જરૂર છે.
ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ આપણને ઘણું શીખવે છે પરંતુ તેની શુદ્ધ અને સરળ સમજ વિદ્યાર્થીઓ અને સમાજ સુધી પહોંચતી નથી. જો તમે કોઈ સંસ્કૃતિને સમજવા માંગતા હો, તો તમારે તેના ઇતિહાસના ગ્રંથોને સમજવા પડશે. જે કાર્ય અમે કરીશું.
સંસ્કૃત શિક્ષણના અમલીકરણ ઉપરાંત દેશના વિકાસ માટે જાતિ, પંથ, વર્ગ અને ધર્મની સીમા છોડીને આધ્યાત્મિકતા, રાષ્ટ્રવાદ અને ન્યાયનાં મૂલ્યો પર આધારિત એક સમાન સમાજની સ્થાપના કરવી.

सुरक्षितसर्वाधिकाराः / Copyright © 2021

Vaishvik Gyanganga Seva Trust