પ્રગત સ્તરનાં પુસ્તકો


પ્રથમ કક્ષાનાં પુસ્તકો પછી, પ્રગત કક્ષાનાં પુસ્તકો અભ્યાસ માટે પ્રકાશિત કરવામાં આવશે. આ કક્ષાનાં બે પુસ્તકો બનાવવામાં આવશે, 1) પ્રાથમિક સ્તરનું સંસ્કૃત વ્યાકરણ પુસ્તક 2) પ્રગત સ્તરનું સંસ્કૃત વ્યાકરણ પુસ્તક.

પ્રાથમિક વ્યાકરણ પુસ્તક

આ પુસ્તકમાં વ્યાકરણનું સામાન્ય જ્ઞાન એક સરળ, આકર્ષક અને મનોહર રીતે આપવામાં આવશે. પુસ્તકમાં ચિત્રો, લેખ, ગીતો અને સંસ્કૃત અભ્યાસ વગેરે  શામેલ હશે. આ પુસ્તકનો અભ્યાસ તમને સંસ્કૃતનું પ્રારંભિક જ્ઞાન અને વ્યાકરણનાં પ્રાથમિક સિદ્ધાંતો આપશે. આ પુસ્તક માધ્યમિક-શાળાનાં બાળકો અને જેઓ સંસ્કૃત બોલવા માંગે છે તેમનાં માટે ઉપયોગી થશે.

પ્રગત વ્યાકરણ પુસ્તક

વ્યાકરણનાં પ્રથમ પુસ્તકનો અભ્યાસ કર્યા પછી અગ્રિમ અભ્યાસ માટે આ પુસ્તક આવશ્યક બનશે. વ્યાકરણનાં સિદ્ધાંતો આ પુસ્તકમાં વિગતવાર સમજાવવામાં આવશે. આ પુસ્તકમાં શ્લોકનું અર્થઘટન, અનુવાદ, સંધિ, સમાસ વગેરે સમજાવવામાં આવશે.

सुरक्षितसर्वाधिकाराः / Copyright © 2021

Vaishvik Gyanganga Seva Trust