ટ્રસ્ટ પરિચય


  • બધી ભારતીય ભાષાઓના વિકાસમાં અને ભારતનાં સાંસ્કૃતિક વારસાને જાળવવામાં સંસ્કૃતની મહત્ત્વની ભૂમિકા છે. કોઈપણ ભારતીય ભાષા સંસ્કૃતની સહાય વિના વિકાસ કરી શકે જ નહીં.
  • સંસ્કૃત પ્રાચીન વિજ્ઞાનનો સૈદ્ધાંતિક પાયો પણ પૂરો પાડે છે, તેથી ભારતના સર્વાંગી વિકાસ માટે સંસ્કૃતનું જતન અને પ્રચાર જરૂરી છે.
  • વીજીજીએસ – ટ્રસ્ટની ભારત અને વિદેશમાં સંસ્કૃત શિક્ષણના વિકાસ, જાળવણી અને સંવર્ધન માટે એક ટ્રસ્ટનાં સ્વરુપે જૂન 2018 માં સ્થાપના કરવામાં આવી હતી.
  • ત્રણ બાળકોથી શરૂ થયેલી આ યાત્રા આજે હિમાલયની જેમ ઉભી છે. વીજીજીએસ – ટ્રસ્ટ ફક્ત સંસ્કૃત જ નહીં સંસ્કૃતિને પણ બચાવે છે.
  • વીજીજીએસ – ટ્રસ્ટ દ્વારા ભગવદ્ ગીતાનું જ્ઞાન, ભારતીય શાસ્ત્રોનો અભ્યાસ, મૂલ્યશિક્ષણ અને સંસ્કૃતનું શિક્ષણ આપવામાં આવે છે.
  • ટ્રસ્ટનું મુખ્ય મથક વડોદરા છે, પરંતુ ટ્રસ્ટની કામગીરી ગુજરાત રાજ્યમાં ફેલાઈ રહી છે, આજે વૈશ્વિક જ્ઞાન ગંગા સેવા ટ્રસ્ટ વડોદરામાં તથા વડોદરાની બહાર કાર્યરત છે.
  • સંસ્થાના વિદ્યાર્થીઓ દેશનાં ઘણા નાના-મોટા સ્થળો જેવા કે ડભોઇ, છોડાઉદપુર, બોડેલી, પાદરા, અમદાવાદ, સુરત, મુંબઇ તથા અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ સંસ્કૃતમાં અભ્યાસ કરે છે.
  • સંસ્થા દ્વારા બાળકોને ઓનલાઇન માધ્યમથી સંસ્કૃત શિક્ષણ આપવામાં આવે છે. વૈશ્વિક જ્ઞાન ગંગા સેવા ટ્રસ્ટ એ એક એનજીઓ છે જે ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માંગે છે

सुरक्षितसर्वाधिकाराः / Copyright © 2021

Vaishvik Gyanganga Seva Trust