પ્રાથમિક કક્ષાના પુસ્તકો
પ્રાથમિક સ્તરનાં પુસ્તકો નાના બાળકો માટે અને જે સંસ્કૃતમાં નવા છે તેમનાં માટે બનાવવામાં આવ્યાં છે. પ્રાથમિક કક્ષાનાં પુસ્તકોનાં ત્રણ ભાગ છે, 1) ગીતા બુક 2) ચિત્ર પુસ્તકો 3) એક શ્લોકી કથા પુસ્તકો. પ્રાથમિક કક્ષાનાં કુલ 13 પુસ્તકો છે.
ગીતા બુક
- ગીતા એ ભારતીય સંસ્કૃતિનો સાર છે, સમાજ દ્વારા ગીતાની ઉપાસના કરવાની જરૂર છે, તેને સમજવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ.
- ગીતા સંસ્કૃતમાં છે, જેના સંધિ અને સમાસને કારણે ઉચ્ચારણ ખૂબ જ મુશ્કેલ છે.
- ગીતાનાં અર્થ પર હજારો પુસ્તકો છે પરંતુ ઉચ્ચારણની દ્રષ્ટિએ એક પણ યોગ્ય પુસ્તક નથી.
- આપણાં પુસ્તકમાં ગુજરાતી લિપિ, અંગ્રેજી લિપિ અને સંસ્કૃત લિપિ (દેવનાગરી) શામેલ છે.
- દરેક પૃષ્ઠ પર વિવિધ ચિત્રો હોવાને કારણે આ પુસ્તક આકર્ષક બનશે.
ચિત્ર પુસ્તકો
ચિત્રોની યાદશક્તિ આપણાં મગજમાં લાંબા સમય માટે કાયમી બને છે, તેથી આધુનિક શિક્ષકો અનુસાર ચિત્રો દ્વારા ભાષા શીખવી સરળ છે. તેથી અમે ચિત્રો અને ટૂંકા વાક્યો ઉમેરીને 9 પુસ્તકો બનાવ્યાં છે.
1) પક્ષી પુસ્તક
આ પુસ્તકમાંથી તમને સંસ્કૃતમાં પક્ષીઓનાં નામનું જ્ઞાન મળશે. આ પુસ્તકમાં તમને 10 પક્ષીઓનાં નામ અને તેનાથી સંબંધિત ટૂંકા અને સરળ વાક્યોની જાણકારી મળશે. આ પુસ્તકથી સંસ્કૃતમાં નવા લોકોને પણ લાભ થશે.
2) પશુ પુસ્તક
આ પુસ્તકમાંથી તમને સંસ્કૃતમાં પ્રાણીઓનાં નામનું જ્ઞાન મળશે. આ પુસ્તકમાં તમને 10 પ્રાણીઓનાં નામ અને તેનાથી સંબંધિત ટૂંકા અને સરળ વાક્યોની જાણકારી મળશે. આ પુસ્તકથી સંસ્કૃતમાં નવા લોકોને પણ ફાયદો થશે.
3) ભોજન પુસ્તક
આ પુસ્તકમાંથી તમને સંસ્કૃતમાં ભોજનનાં નામોનું જ્ઞાન મળશે. આ પુસ્તકમાં તમને 10 ભોજનનાં નામો અને તેનાથી સંબંધિત ટૂંકા અને સરળ વાક્યોની જાણકારી મળશે. આ પુસ્તકથી સંસ્કૃતમાં નવા લોકોને પણ લાભ થશે.
4) શાક પુસ્તક
આ પુસ્તકમાંથી તમને સંસ્કૃતમાં શાકોનાં નામની જાણકારી મળશે. આ પુસ્તકમાં તમને 10 શાકોનાં નામ અને તેના અનુરૂપ ટૂંકા અને સરળ વાક્યોની જાણકારી મળશે. આ પુસ્તકથી સંસ્કૃતમાં નવા લોકોને પણ લાભ થશે.
5) ફળ પુસ્તક
આ પુસ્તકમાંથી તમને સંસ્કૃતમાં ફળોનાં નામની જાણકારી મળશે. આ પુસ્તકમાં તમને 10 ફળોનાં નામ અને તેનાથી સંબંધિત ટૂંકા અને સરળ વાક્યોની જાણકારી મળશે. આ પુસ્તકથી સંસ્કૃતમાં નવા લોકોને પણ લાભ થશે.
6) ફુલ પુસ્તક
આ પુસ્તકમાંથી તમને સંસ્કૃતમાં ફૂલોનાં નામનું જ્ઞાન મળશે. આ પુસ્તકમાં તમને 10 ફૂલોના નામ અને તેનાથી સંબંધિત ટૂંકા અને સરળ વાક્યોની જાણકારી મળશે. આ પુસ્તકથી સંસ્કૃતમાં નવા લોકોને પણ લાભ થશે.
7) ક્રિયાપદ પુસ્તક
આ પુસ્તકમાંથી તમને સંસ્કૃતમાં ક્રિયાપદનાં નામોનું જ્ઞાન મળશે. આ પુસ્તકમાં તમને 10 ક્રિયાપદનાં નામ અને તેનાથી સંબંધિત ટૂંકા અને સરળ વાક્યોની જાણકારી મળશે. આ પુસ્તકથી સંસ્કૃતમાં નવા લોકોને પણ લાભ થશે.
8) વસ્ત્ર પુસ્તક
આ પુસ્તકમાંથી તમને સંસ્કૃતમાં વસ્ત્રનાં નામોનું જ્ઞાન મળશે. આ પુસ્તકમાં તમને 10 વસ્ત્રનાં નામો અને તેનાથી સંબંધિત ટૂંકા અને સરળ વાક્યોની જાણકારી મળશે. આ પુસ્તકથી સંસ્કૃતમાં નવા લોકોને પણ લાભ થશે.
9) શરીર અવયવ પુસ્તક
આ પુસ્તકમાંથી તમને સંસ્કૃતમાં શરીરનાં ભાગોનાં નામ જાણવાં મળશે. આ પુસ્તકમાં, તમને શરીરનાં 10 ભાગોનાં નામો અને તેમનાં વિશે ટૂંકાં અને સરળ વાક્યોની જાણકારી મળશે. આ પુસ્તકથી સંસ્કૃતમાં નવા લોકોને પણ લાભ થશે.
એક શ્લોકી કથા પુસ્તક
આ શ્રેણીનાં પુસ્તકોમાં એક શ્લોક દ્વારા સંપૂર્ણ ગ્રંથનું જ્ઞાન મળશે. સંસ્કૃતમાં ઘણાં શ્લોકો છે જે એક જ શ્લોકમાં આખા ગ્રંથની વાર્તાને આવરી લે છે. સંસ્કૃત સાહિત્યમાં આનાં જેવું પુસ્તક કોઈએ ક્યારેય બનાવ્યું નથી.
1) રામાયણ
આ પુસ્તકમાં આખી રામાયણ એક જ શ્લોકમાં સમજાવવામાં આવશે. આ શ્લોકને દર્શાવતા ચિત્રો પણ હશે. આ પુસ્તક તમને શ્લોક, વ્યાકરણ અને સંસ્કૃતિનું જ્ઞાન આપશે.
2) મહાભારત
આ પુસ્તકનાં એક જ શ્લોકમાં સમગ્ર મહાભારતનો સમજાવવામાં આવશે. આ શ્લોકને દર્શાવતા ચિત્રો પણ હશે. આ પુસ્તક તમને શ્લોક, વ્યાકરણ અને સંસ્કૃતિનું જ્ઞાન આપશે.
3) ભાગવત મહાપુરાણ
આ પુસ્તકમાં સંપૂર્ણ ભાગવત એક જ શ્લોકમાં સમજાવવામાં આવશે. આ શ્લોકને દર્શાવતા ચિત્રો પણ હશે. આ પુસ્તક તમને શ્લોક, વ્યાકરણ અને સંસ્કૃતિનું જ્ઞાન આપશે.