વૈશ્વિક જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટ, વડોદરા

આવાસીય સંસ્કૃત વર્ગ ( 2022 )


દિનાંક

15 /05 /2022 થી 25 /05 /2022

વર્ગસ્થાન

વ્રજભૂમિ ઈન્ટર નેશનલ સ્કુલ, બાલ અમુલ પાસે, નેશનલ હાઈવે નંબર 8, મોગર, આણંદ.

સંપર્ક

ડો.દર્શન ભટ્ટ – 9033224299


સંસ્કૃત વર્ગનાં મુખ્ય આકર્ષણો

  • સંસ્કૃતમાં રહેલાંવિજ્ઞાનનો રસપ્રદ અભ્યાસ કરાવાશે.
  • સંસ્કૃત સાહિત્યનો રસાસ્વાદ કરાવાશે.
  • વ્યાકરણનાં મૂળભૂત સિંદ્ધાતોનું સરળ અધ્યયન થશે.
  • વૈદિક જ્ઞાન અને વૈદિક જીવન પદ્ધતિનું સંપૂર્ણ જ્ઞાન અપાશે.
  • સંસ્કૃતનાં અમૂલ્ય ગ્રંથોની આધુનિક કાળમાં ઉપયોગિતા રજુ થશે.
  • સંસ્કૃતમાં રહેલી અપાર સંભાવનાઓ વિશે ચર્ચા થશે.

સંસ્કૃત વર્ગની અન્ય વિશેષતાઓ

  • સંસ્કૃતમાં અસ્ખલિત, સ્વાભાવિક અને યોગ્ય રીતે બોલવી એ એક કળા છે. આ કળાને પૂર્ણ રીતે પ્રાપ્ત કરવા માટે આ વર્ગમાં જોડાઓ.
  • આ વર્ગમાં માત્ર 10 દિવસમાં સંસ્કૃત બોલતાં શીખી શકાશે.
  • 10 દિવસ સુધી સંપૂર્ણ સંસ્કૃતમય વાતાવરણ (24 *7)
  • રમતાં-રમતાં સંસ્કૃત શિક્ષણ પ્રાપ્ત કરો.
  • વર્ગમાં આધુનિક સાધનો દ્વારા સંસ્કૃત શિક્ષણ
  • સંસ્કૃતક્ષેત્રનાં વિદ્વાનો અને નિષ્ણાંતો દ્વારા અધ્યાપન
  • વર્ગમાં સંસ્કૃતનાં વ્યાકરણ, વાક્યરચના, વાક્યપ્રયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
  • આ વર્ગ સંસ્કૃત વાર્તાલાપથી સંબંધિત તમામ ખોટા ભયોને દૂર કરશે.
  • પરોક્ષશિક્ષણનાં(ડિસ્ટન્સ લર્નિંગ) બદલે પ્રત્યક્ષશિક્ષણ (ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન) ખૂબ જ અસરકારક છે. શિક્ષણના માધ્યમ તરીકે અન્ય ભાષાનો ઉપયોગ કર્યા વિના સંસ્કૃત દ્વારા સંસ્કૃત શીખવામાં આવશે. આનાં કારણે ભાષા ઝડપથી શીખી શકાશે.

સંસ્કૃત વર્ગનાં નિયમો

  • આ સંસ્કૃત વર્ગમાં 10 દિવસ સુધી વર્ગ-સ્થાન પર જ રહેવું પડશે.
  • 10 દિવસ સુધી સંસ્કૃતમાં બોલવાનો પ્રયત્ન કરવો પડશે.
  • સંસ્કૃત વર્ગમાં પુરુષો અને મહિલાઓની નિવાસ વ્યવસ્થા અલગ રહેશે.
  • મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. આવા સાધનો રજીસ્ટ્રેશન સમયે ઓફિસમાં જ જમા કરાવવા પડશે.
  • સંસ્કૃત વર્ગમાં માત્ર સંસ્કૃત ભાષા પ્રાપ્ત કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત જરૂરી રહેશે.
  • સંસ્કૃત વર્ગમાં વ્યવસ્થા સંબંધી બધી જ સૂચનાઓનું પાલન કરવું પડશે.
  • વર્ગમાં ક્યારે પહોંચવાનું ? 
    દિનાંક 14/05/2022, શનિવારે સાંજે 04.00 વાગ્યે આપનાં બાળકોને લઈને પહોંચવુ. વર્ગનાં ઉદ્ધાટન પછી માતા-પિતાઓ જઈ શકશે.
  • વર્ગ ક્યારે પુરો થશે ? 
    વર્ગ 25/05/2022, બુધવારે સાંજે 05.00 વાગ્યે પૂરો થશે. સમાપન સત્ર પછી આપ બાળકોને લઈ જઈ શકશો.

સંસ્કૃત વર્ગમાં કોણ જોડાઈ શકે ?

  • આ સંસ્કૃત વર્ગમાં 07 વર્ષથી ઉપરનાં કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે.
  • આ સંસ્કૃત વર્ગમાં જોડાવા માટે સંસ્કૃતનાં જ્ઞાનની આવશ્યકતા નથી.

*શુલ્ક (ફિ) – આ વર્ગ માટેનું શુલ્ક 1000/- છે, જે આપ નીચે આપેલ બારકોડ સ્કેન કરી અથવા બેંકમાં જમા કરાવી શકો છો,
રજીસ્ટ્રેશન કરતાં પહેલાં શુલ્ક ભરી, શુલ્ક ભર્યાનો સ્ક્રીનશોર્ટ સેવ કરી રાખવો. રજીસ્ટ્રેશન ફોર્મની લીંક નીચે આપેલ છે.

Payment Option

Bank Details

BANK NAME: HDFC Bank

BANK A/C NAME : VAISHVIK GYANGANGA SEVA TRUST.

BANK A/C No. : 50200034849989

IFSC : HDFC0000147

Pay Via UPI

19fd5105-6192-420c-9300-e747f060151b

Gpay, Paytm, Bhim also all types of payment via UPI are accepted.

सुरक्षितसर्वाधिकाराः / Copyright © 2021

Vaishvik Gyanganga Seva Trust