દ્રષ્ટિકોણ


  • સંસ્કૃત ભણવામાં રસ ધરાવતા લોકો માટે ભવનો, નિવાસસ્થાનો અને ભોજનશાળાઓ વગેરેનું નિર્માણ.
  • દેશ અને વિદેશોમાં વૈદિક ધર્મનાં અને સંસ્કૃત શિક્ષણનાં પ્રસાર માટે સંસ્કૃત શિબિરોનું આયોજન કરવું.
  • વિવિધ સ્થળોએ સંસ્કૃત પાઠશાળાઓ, છાત્રાલયો અને પુસ્તકાલયોની ઇમારતોનું નિર્માણ કરવું.
  • સંસ્કૃત અને વૈદિક સાહિત્ય પર સંશોધન કરવા અને વિદ્વાનોનાં પરિસંવાદો અને સ્પર્ધાઓ યોજવી.
  • સંસ્કૃતમાં વિદ્યાર્થીઓ માટે ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમો આરંભ કરવા.
  • સમાજના આર્થિક રીતે નબળા વર્ગ માટે એકદમ નિ:શુલ્ક નિવાસ, ભોજન અને શિક્ષણ આપવું.
  • ચરિત્ર નિર્માણ, નૈતિક અને સાંસ્કૃતિક ઉત્થાન માટે વેદ, ગીતા, દર્શન, ઉપનિષદ, વ્યાકરણ અને સંસ્કૃત ગ્રંથોનાં અભ્યાસ માટેની વ્યવસ્થા બનાવવી.
  • ગરીબ અસહાય અનાથ વિદ્યાર્થીઓને મફત કપડાં, ભોજન, અભ્યાસ સામગ્રી અને નિવાસ પૂરા પાડીને શૈક્ષણિક કેન્દ્રો ચલાવવા.
  • સાપ્તાહિક, પાક્ષિક, માસિક, ત્રિમાસિક અને વાર્ષિક વર્ગોમાં સંસ્કૃત તાલીમ લઈ રહેલા શિક્ષાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપવા.
  • ભારતને વિશ્વની સૌથી મજબૂત આર્થિક અને સાંસ્કૃતિક શક્તિ તરીકે સ્થાપિત કરવું, ભારતના દરેક નાગરિકને ગૌરવ સાથે જીવવાનું વાતાવરણ પુરૂ પાડવું.
  • શિક્ષણ, આરોગ્ય, બળ, વહીવટ, ઉદ્યોગ અને વ્યવસાયનાં વિભાગોમાં દૈનિક કાર્યોંમાં ભાષા તરીકે સંસ્કૃત અપનાવવા પ્રેરણા આપવી.
  • ભાષા, જાતિ, ધર્મ, ક્ષેત્ર અને લિંગ તફાવતો અને સમાજમાં રહેલા અવરોધોને દૂર કરવા એ વીજીજીએસ – ટ્રસ્ટનાં મુખ્ય ઉદ્દેશોમાંનું એક છે.
  • વિશ્વની સંસ્કૃતિને પુનર્જીવિત અને મજબુત બનાવવા સંસ્કૃત દ્વારા વિશ્વમાં ફરીથી સંસ્કૃતને લોકપ્રિય બનાવવા માટેના આંદોલનનું નિર્માણ અને ટેકો આપવો.

सुरक्षितसर्वाधिकाराः / Copyright © 2021

Vaishvik Gyanganga Seva Trust